રાજકોટ શહેરમાં રજપૂતપરામાં શેરી નં. ૫માં આવેલી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય પાસે રાતે છાત્રાલયમાં રહેતાં યુવાનો અને દૂધની ડેરી તથા રૈયા રોડ પર રહેતાં શખ્સોના જુથ વચ્ચે માથાકુટ થતાં અને મારામારી થતાં ચારને ઇજા પહોંચી હતી. બનાવને પગલે ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાંચ, એ-ડિવીઝનની ટીમો અને એસઆરપીના જવાનો દોડી ગયા હતાં અને મામલો થાળે પાડયો હતો. જો કે આ બનાવમાં સવાર સુધી ગુનો નોંધાયો નહોતો. શેરીમાંથી નીકળતી વખતે વાહન અડતું અડતું રહી જતાં બોલાચાલી બાદ માથાકુટ થતાં અને તેનો વિડીયો ઉતારવાનું ચાલુ થતાં વાત વણસી હતી. બાદમા ફોન કરી બીજા લોકોને બોલાવાતાં ડખ્ખો વકરતા મારામારી સર્જાઇ હતી. તેમજ મારામારી સર્જાતાં ૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત સમગ્ર ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાંચ, એ-ડિવીઝન પોલીસે પહોંચી મામલો થાળે પાડયો હતો અને પોલીસે વિશેષ પુછતાછ હાથ ધરી હતી. જેમઆ સામે આવ્યું હતું કે વાહન અડતું અડતું રહી જવા મામલે થયેલી બોલાચાલી બાદ આ માથાકુટ થઇ હતી. જો કે આજ સવાર સુધી કોઇ ફરિયાદ નોંધાવાઇ નથી. જેથી પોલીસે તપાસ યથાવત રાખી હતી.