સામાન્ય રીતે આપણે અત્યાર સુધી વિવિધ વિસ્તારોમાં વૃદ્ધાશ્રમ, બાલાશ્રમ, તેમજ નિરાધાર લોકો માટે પણ આશ્રમો જોયા છે પરંતુ રાજકોટમાં હવે રખડતા ભટકતા બીમાર શ્વાનો માટે એક શ્વાન આશ્રમ શરૂ કરવામાં આવ્યું છે. શહેરના જામનગર રોડ પર ખંડેરી ગામ નજીક આ શ્વાન આશ્રમ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હાલ રખડતા ભટકતા અને બીમાર 135 જેટલા શ્વાનો આશરો લઈ રહ્યા છે. જેમને આ આશ્રમમાં મેડિકલ સારવાર સાથે ભોજન પણ આપવામાં આવે છે તેમજ તેમની ખૂબ જ સારી રીતે દેખભાળ પણ કરવામાં આવી રહી છે. અહીંયા મુખ્યત્વે માત્ર બીમાર તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા અને મોટી ઉંમરના શ્વાનોને આશરો આપવામાં આવે છે. જ્યારે આ શ્વાન આશ્રમની શરૂઆત થઈ ત્યારે અહીંયા માત્ર 50 જેટલા જ શ્વાન હતા પરંતુ હાલ શ્વાનોની સંખ્યા 135ને પાર પહોંચી છે.
રાજકોટમાં રખડતા ભટકતા બીમાર શ્વાનોમાટે શરૂ કરવામાં આવ્યો સદભાવના શ્વાન આશ્રમ…
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -