રાજકોટમાં રખડતા ઢોરને પકડવાની ઝુંબેશહેઠળ મનપાની પશુ રંજાડ વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂકરી કરવામાં આવી છે . તેમજ શહેરના જુદા જુદા 4 વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવીહતી જેમાં મિલપરા વિસ્તાર, બેડી પરા નદી કાંઠા વિસ્તાર, જંક્શન વિસ્તાર અને ન્યુ રાજકોટમાં કામગીરી શરૂ કરતાં રખડતાં પશુઓને પકડવામાં આવ્યા હતા. આ સાથે જ સમગ્ર મામલે સોમવારના રોજ મનપા ખાતે પોલીસ કમિશ્નર, મનપા કમિશ્નર અને મનપા પદાધિકારીઓની બેઠક મળી હતી. જેમાં પ્રતિ દિન 40 રખડતા ઢોર પકડવાનોટારગેટ આપવામાં આવ્યો હતો. તેમજ ઢોર પકડવાની કામગીરીમાં દખલ દેનારા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધવા બાબતે આદેશ આપવામાં આવ્યો હતો.