રાજકોટમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ યાજ્ઞિક રોડ ખાતે યાજ્ઞિક રોડ કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ ગણેશોત્સવને 12 વર્ષ પૂર્ણ થતાં 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આ ગણેશોત્સવમાં બંને ટાઈમ બાપ્પાની મહાઆરતી, અન્નકૂટ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે.