રાજકોટ શહેરના વોર્ડ નંબર 14 ના ભાજપના જ કોર્પોરેટર ભારતી મકવાણા દ્વારા રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામા આવતા ખળભળાટ મચી ગયો છે. હવે આ મામલે તેમના તરત થી રાજ્યના મુખ્ય સચિવના પૂતળાંના દહનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે આ મુદ્દે શહેર ભાજપ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારતીબેનની નારાજગી મામલે અમે તપાસ કરાવીશું. જો ભારતીબેને અધિકારીને રજૂઆત પહેલા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અથવા મને કરી હોત તો પ્રશ્નનું સમાધાન થઇ જાત. મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારી વચ્ચે સૂમેળ રહેવું જરૂરી છે. ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. આમ છતાં એમની વાત સાંભળી યોગ્ય નિરાકરણ કરીશું. વોર્ડ નંબર 14 ના CC રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીએ નિવેદન આપ્યું કે ભારતીબેન લોક પ્રશ્ન ઉપાડ્યો છે તે યોગ્ય છે પણ રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દો છે જ નહીં. ભારતીબેન જે વિસ્તારમાં રહે છે ત્યાંની શેરી સાંકળી છે માટે રોડના કામમાં નાની ઉણપ રહી હશે. જેને રાજકોટ મહાનગરપાલિકા દૂર કરી તેમના પ્રશ્ન નો નિરાકરણ કરશે.