મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા.મેયર, ધારાસભ્યો, સાંસદો દ્વારા તેઓનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારે રાજકોટ-70 ના ધારાસભ્યો રમેશ ટીલાળાના નવા ત્યાધુનિક કાર્યાલયનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મત વિસ્તારનાં લોકોની ફરિયાદોના નિકાલ ઉપરાંત તમામ સરકારી યોજનાઓની માહીતી-માર્ગદર્શન આ કાર્યાલય પરથી ઉપલબ્ધ બનશે એટલુ જ નહિં, સરકારી યોજનાનો લાભ મેળવવા માંગતા લોકોને ફોર્મ ભરાવવાથી માંડીને સમગ્ર પ્રક્રિયા કરાવી દેવાની સગવડ ઉભી કરવામાં આવી છે. લાભાર્થીઓ માટે ધારાસભ્યનું આ કાર્યાલય હેલ્પડેસ્ક સમાન બનવાનું મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું.