રાજકોટ શહેરના લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.રાજકોટમાં મિનરલ વોટરના નમૂના ફેલ થવાનો મામલો સામે આવ્યો છે. શહેરમાં વૈદવાડી શેરી નં 1માં શીતલ ડ્રિંકિંગ વોટરમાં રિયાલિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં RMCના આરોગ્ય અધિકારીને પણ દબાવવાનો પ્રયાસ કરાયો હતો. શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં અન-હાઇઝેનિક સ્થિતિ જોવા મળી હતી. ખરાબ કેરબામાં પાણી ભરી વિતરણ કરવામાં આવતું હતું. જ્યારે વોટર પ્લાન્ટના માલિક પ્રિયંશ તંતીએ કહ્યું હતું કે આ પ્લાન્ટ ભાડે છે. હું CNC મશીનના કારખાનામાં જ પાણી વિતરણ કરું છું. મારુ પાણી પીવા માટે નથી. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મિનરલ વોટરના 20 જેટલા વિક્રેતાઓને પાણી વિતરણ બંધ કરવા નોટિસ પાઠવવામાં આવી છે.
રાજકોટમાં મિનરલ વોટરના નમૂના ફેલ: શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં અન-હાઇઝેનિક સ્થિતિ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -