ચોમાસાનાં દોઢેક મહિનામાં રાજકોટ શહેરમાં મામુલી વરસાદ વરસ્યો છે. જોકે આ મામુલી વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. અને નવા રાજકોટનાં ગૌરવ પથ કાલાવડ રોડ સહિતનાં સ્થળોએ ખાડારાજ જોવા મળી રહ્યું છે. જેમાં કેકેવી ચોક સહિતના સ્થળોએ પડેલા ખાડાને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેને કહ્યું હતું કે, ખાડાનું સામ્રાજ્ય હોવાની કોઈ વાત નથી, વરસાદ પડવાને કારણે નાના-મોટા ખાડા પડ્યા હોય જે બુરવાની કામગીરી હાલ ચાલી રહી છે.