રાજકોટમાં કલેકટર કચેરી ખાતે મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડ નંબર-૭૧ ના પદાધિકારી, આગેવાનો સાથેની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સ્થાનિક પ્રશ્નો આગેવાનો-અરજદારો દ્વારા રજૂ કરાયા હતા. જેમાં જમીનના ટાઇટલ ક્લિયર કરવા, મતદાર યાદીમાં નામ સુધારણા કરવા, ખરાબાની જમીનને ડેવલેપ કરવા, વીજળી, રોડ, ગટર, બ્રિજ, આંગણવાડી શરૂ કરવા સહિતના પ્રશ્નો હતા. આ સમસ્યાનો ઉકેલ લાવવા મંત્રીશ્રીએ અધિકારીઓને આદેશ આપ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, કલેકટર પ્રભવ જોષી, શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, અધિક નિવાસી કલેકટર ખાચર, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર વી.જી. મારકણા, અધિક્ષક ઈજનેર બી.આર.વડાવીયા, કોર્પોરેટરો, આગેવાનો, અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.