24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપા દ્વારા ફોગીંગ સહિતની કામગીરી કરાઇ


રાજકોટ

 

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૦૫/૦૨/૨૪ થી તા.૧૧/૦૨/૨૪ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૧૦,૭૧૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૭૫૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

 

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૭૮૪ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં ૩૮૪ અને કોર્મશીયલ ૧૨૨ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.

 

ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે આટલું જરૂરી કરીએ.

 

(૧) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.

(૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.

(૩) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.

(૪) બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.

(૫) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.

(૬) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.

(૭) ડેન્‍ગ્‍યુનો મચ્‍છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્‍યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -