આગામી 15 મી ફેબ્રુઆરીથી રાજકોટ અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. શ્રેણીના ત્રીજા ટેસ્ટ મેચ માટે બંન્ને ટીમના ખેલાડીઓ રાજકોટ ખાતે આવી પહોચ્યા છે. ત્યારે આજે આજે સવારે 9 વાગ્યા થી ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ ખંઢેરી ખાતે નિરંજન શાહ સ્ટેડિયમ પર આવી પહોંચ્યા હતા. જ્યારે મેચમાં મુખ્ય પીચ સ્લો ટર્નર હોય શકે છે તેથી આજે સ્પિનરોએ સતત બોલિંગ કરી હતી. અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર દ્વારા બોલિંગ કરાઈ હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા જે હેમસ્ટ્રિંગના કારણે ઇજાગ્રસ્ત હતો અને બીજી ટેસ્ટમાં રમી શક્યો નહોતો, ત્યારે તેને આજે નેટ પ્રેક્ટિસમાં 45 મિનિટ જેટલા સમય માટે બેટિંગ કરી હતી. રવિન્દ્ર ફીટ હોવાનું મનાય છે તેથી હવે ત્રીજી ટેસ્ટમાં હોમ ગ્રાઉન્ડ પર તે રમી શકે છે. આજે ઇન્ડીયન ટીમે સવારથી નેટ પ્રેક્ટિસ અને જીમમાં પરસેવો પાડ્યો હતો. વિશાખાપટનમમાં ટેસ્ટ મેચમાં જીત બાદ 5 દિવસનો આરામ કર્યો હતો. આજે ત્રીજી ટેસ્ટ પૂર્વે નેટ પ્રેક્ટિસ ગિલ, સરફરાઝ અને ધ્રુવ જુરેલ વધુ બેટિંગ કરતાં જોવા મળ્યા હતા. ત્યારે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ વચ્ચે ચર્ચા થઈ અને મુખ્ય પીચ નિરીક્ષણ કર્યું હતું.
રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમ દ્વારા નેટ પ્રેકટીસ કરવામાં આવી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -