રાજકોટના ભાજપમાં પત્રિકાકાંડ બાદ કવિતા કાંડસામે આવ્યું છે. જેમાં રાજકોટ ભાજપના કાર્યકરો આગેવાનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં કવિતા ફરતી થઈહતી. તેમજ શહેર ભાજપમાં અસંતોષના બળાપા સાથે કવિતા વાયરલથઈહતી. આ સાથે શહેરના રાજકારણમાં જેમનો પ્રભાવ વધ્યો તેવો મામકાવાદ ચલાવતા હોવાનો આક્રોશપણ તેમાં જોવા મળ્યો હતો.તેમજ કવિતામાં જી હજુરીયો અને સગા વાદને પ્રોત્સાહન અપાતું હોવાનો ઉલ્લેખપણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કવિતામાં મુખર્જી અને દિન દયાળના સિદ્ધાંતો ગુમ થયાનો વસવસો વ્યક્ત કર્યોહતો. આ સાથે શિક્ષણ સમિતિને લઈને પણ કવિતામાં થયો ઉલ્લેખકરો હતો. તેમજ સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા સંગઠનમાં આવે એટલે સ્વચ્છ થઈ ગયા તેવા કવિતામાં ચાબખાપણ લખવામાં આવ્યાહતા. આ સાથે મનપામાં પદાધિકારીઓની પસંદગીમાં પણ વાદ ચાલશે તેવી ભીતિ પણ કવિએ વ્યક્તકરતાં કવિની કવિતાથી શહેરના રાજકારણમાં ગરમાવોજોવા મળ્યો હતો. તેમજ આ સમગ્ર મામલે રાજકોટ
ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ નિવેદનઆપતા જણાવ્યું હતું કે મે વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાચી છે. અને આ કવિતાથી કદાચ કોઈ કાર્યકરની લાગણી દુભાઈ હશેતેમજ કાર્યકારોનો આટલો વિશાળ પરિવાર હોય એટલે દરેકને ન્યાય ન આપી શકાયપરંતુ કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરાશે. તેમજ આટલી મોટી પાર્ટીમાં કોણે લખી છે એ હજુ ખ્યાલ નથી