રાજકોટ શહેરમાં એકતરફ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજીતરફ સૌની યોજના દ્વારા ડેમોમાં પૂરતું પાણી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદો સમયાંતરે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટનાં વોર્ડ નં. 18ની પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નં. 18માં આવેલ પુરુષાર્થ સોસાયટી અને શ્રદ્ધાપુરી સોસાયટીમાં બે મહિનાથી ડહોળા પાણીનો પ્રશ્ન છે. જેને લઈને આજે સ્થાનિક મહિલાઓ એકત્ર થઈ હતી. અને આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સ્થાનિકો એ આરોપ લગાવ્યો હતો કે તેઓ એ આ મામલે અધિકારીઓ અને પદાધિકારીઓને અનેકવાર રજૂઆતો કરી છે. છતાં કોઈ ઉકેલ આવતો નથી. અને પીવાનું પાણી ભૂગર્ભના કારણે દાહોળું આવતા રોગચાળો પણ ફેલાઈ છે જેથી વેંચાતું પાણી લેવાની ફરજ પડે છે. ત્યારે આ મામલે મનપા તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી થવી જરૂરી છે. આ સાથે સ્થાનિકો દ્વારા તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી.