રાજકોટના યુનિવસ્રિટી રોડ પર આવેલ જલારામ 2, જાનકી માર્ગ, પીઝા કન્ટ્રી વાળી શેરીમાં બોડી વર્કઝ ફીજીયોથેરાપી ક્લીનીકનો શુભારંભ કરાયો છે. જ્યારે આ અંગે ક્લિનીકના અને સુપ્રસિદ્ધ સ્પોટ્સ ફિજીયોથેરાપીસ્ટ ડો, ખુશ્બુ ચોટાઇએ જણાવ્યું હતુ કે મે તાજેતારમાં જ એક ફ્લિજીયોથેરાપી ક્લિનિક શરૂ કર્યું છે. જેની ખાસિયત છે કે એ માત્ર જનરલ ફિજીયોથેરાપી નહી હોય તેમાં વિવિધ પ્રકારની સારવાર આપવામાં આવશે. જ્યારે દર્દીના શરીરના કોઇ પણ ભાગની મુવમેન્ટ ખોટી થતી હોય તો તે પણ અહીં સ્કિનિંગમાં જોઇ શકાશે અને તેને આપણે કસરત કરીને વ્યવસ્થિત કરી શકીએ છીએ. ત્યારે આ પ્રકારની ટેકનોજીનોએ ઉપયોગ થશે કે તમારે કોઇ પણ રમત રમતા ઇજા થવાની રાહ નહી જોવી પડે. તે પહેલા જ આપણે તેના પર કામ કરી શકીશુ. ડો.ખુશ્બુ ચોટાઇ છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ફિજીયોથેરાપીસ્ટનો અનુભવ ધરાવે છે. જ્યારે કલ્નીકના શુભારંભ પ્રસંગે ડો.ખુશ્બુ ચોટાઇના પરિવારજનો મિત્ર વર્તુળ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ શ્રીમતી કાશ્મિરાબેન નથવાણી, રાજુભાઇ પોબારુ, સિટી ન્યુઝના ઓનર નિતીનભાઇ નથવાણી, જીતુભાઇ ચંદારાણા તેમજ ડો. નિશાંત ચોટાઇ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમેને શુભેચ્છાઓ પાઠવી હતી.