રાજકોટમાં બાલાજી હનુમાન મંદિરમાં ગણેશોત્સવને લઈને વિવાદ થયો હતો. જોકે, આ વિવાદમાં શહેર ભાજપના નેતાઓએ મધ્યસ્થી કરાવી સુખદ સમાધાન કરાવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરૂઓ સાથે ચર્ચા કરી સમાધાન કરવામાં આવ્યું છે. જે જગ્યાએ ગણેશ ઉત્સવ કરવા માગે છે ત્યાં મંજૂરી આપવામાં આવશે. હાલ વિવાદમાં બન્ને પક્ષે સુખદ અંત આવ્યો છે. ગજાનંદ સમિતિના આયોજક કિરીટભાઈ પાંધીએ જણાવ્યું હતું કે, સુખદ સમાધાન આવ્યું છે. હિન્દુ સંગઠનોનો આભાર માનું છું. વિશ્વ હિન્દુ પરિષદ, કરણીસેના અને સાધુ સમાજ સેનાનો અમને સહકાર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 12 વર્ષથી અહીં ગણેશોત્સવનું આયોજન થતું હોવાથી વિવાદ વધુ વકરે નહીં તે માટે ભાજપ દ્વારા મધ્યસ્થી કરી ગણેશ મહોત્સવનું આયોજન કરવા પ્રયાસો હાથ ધરવા આવ્યા છે.