રાજકોટમાં ગત 20 તારીખે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી નજીક દરોડો પાડી ગેરકાયદે બાયોડિઝલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો જેમાં પોલીસ 11,400 લિટર ડીઝલ, રોકડ, 12 મોબાઈલ, ટેન્કર, ટાટા 407, કાર, જનરેટર, બે બાઇક સહિત 71 લાખ 81 હજારનો મુદામાલ કબજે કર્યો હતો
આ ગેરકાયદે કારોબાર ચલાવતા જગદીશ ઉકભાઈ શિયાળ, દિપક કરશનભાઇ ભાનુશાડી, સુનિલસિંગ જનકસીહ, રવિ અશોકસિહ તિવારી, ધવલ હમીરભાઈ હુંબલ, હાજી જમાલભાઈ લાખાણી, યમન હાજીભાઈ લાખાણી, મન્સૂરહુસેન રિયાજહુસેન, ભગવાનભાઇ ખીમજીભાઈ મેર, સંદીપ હમીરભાઈ આહીર અને ભોજભાઈ કાનાભાઈ આહીરની ધરપકડ કરી હતી જ્યારે નાસી છૂટેલા 5 શખ્સોની શોધખોળ હાથ ધરી હતી
આ પ્રકરણમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ડીજીપીને ધગધગતો રિપોર્ટ સુપરત કર્યા બાદ ડીજીપીએ આકરા પગલાં લીધા હતા જેમાં મુખ્ય વહીવટદાર કોન્સ્ટેબલ અરજણ ઓડેદરાની વડોદરા ગ્રામ્ય ખાતે બદલીનો હુકમ કર્યો છે જ્યારે ડીસીબી પીઆઇ બી ટી ગોહિલની ભૂમિકા સામે આવતા તેની છોટા ઉદેપુર ખાતે બદલીનો સિંગલ ઓર્ડર ડીજીપીએ કર્યો છે આ ઉપરાંત પ્રનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પણ વડોદરા રૂરલ ખાતે બદલી કરવામાં આવી છે.