રામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને વંદના કરાટે ક્લાસીસ દ્વારા બહેનો દીકરીઓને નિશુલ્ક તલવાર બાજી લાઠી બાજી શિખવાડવા માટેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિસ્તારની બહેનોએ ભાગ લીધો હતો. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન કરણીસેનાની મહિલા પાંખના સભ્યો પણ હાજર રહ્યા હતા. તેમજ આ સેમિનારમાં કરાટે ક્લાસીસના કોચ ધવલભાઇ ગોરે મુખ્ય ભાગ ભજવીને શહેરની બેહેનો તેમજ દીકરીઓને તાલીમ આપી બહેનોને સ્વ નિર્ભર બનવા માટે એક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.