રાજકોટમાં સપ્તાહમાં પ્રારંભ સાથે જ ફરી વીજચોરી ઝડપી પાડવા માટે પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની સૂચનાથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે વહેલી સવારથી રાજકોટના ચાર સબ ડિવિઝન વિસ્તારમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મોરબી રોડ, કોઠારીયા રોડ, પ્રહલાદ પ્લોટ, આજી વસાહત સબ ડિવિઝન હેઠળના લાલપરી, સિતરાંક પાર્ક, તિરૂપતિ સોસાયટી, જય જવાન સોસાયટી, નવાગામ, જંગલેશ્વર, મહાત્મા ગાંધી સોસાયટી, અંકુર સોસાયટી, રામનાથપરા, ભવાનીનગર, હાથીખાના, આંબેડકરનગર સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 32 ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાંજ સુધીમાં મોટી વીજ ચોરી સામે આવે તેવું અધિકારી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે અચાનક વીજ ચેકિંગથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટમાં ફરી પીજીવીસીએલના દરોડા, 32 ટીમો દ્વારા વીજચોરી ઝડપી પાડવા ચેકિંગ હાથ ધરાયું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -