રાજકોટમાં ફરી એક યુનિવર્સિટિ વિવાદમાં આવીછે જેમાં આ વખતે શિક્ષાનના ધામ આરકે યુનિવર્સિટીમાં ગૂંડાગર્દીના દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ યુનિવર્સિટીના કેમ્પસમાં ABVPના કાર્યકરો વિદ્યાર્થીને મારકૂટ કરતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં ABVPના યાન ગોહિલ,હર્ષ પટેલ,રુદ્રારાજ જાડેજા, જય પટેલ નામના કાર્યકરોએ કૌશલ ભુતાણી નામના નિર્દોષ વિદ્યાર્થીને નજીવી બાબતે ઢોર માર મારતા નજરે પડ્યા હતા. તેમજ ABVPના કાર્યકરોની ગુંડાગર્દીમાં હોસ્ટેલમાં ઘુસવા મદદગાર થવા રેક્ટર રાયસીંગ સરની ભૂમિકા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ અગાવ પણ અનેકવાર આરકે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયા હતા.