રાજકોટમાં ફરીવાર અંધશ્રદ્ધાનો મામલો સામે આવ્યો છે. જેમાં માત્ર 24 દિવસના બાળકને પોતાની માટે જ પેટે ડામ આપ્યા હતા. જેથી છેલ્લા ચારેક દિવસથી બાળક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું, ત્યારે આજે સાંજના સમયે બાળકનું મોત થયું હતું, આ સાથે જ પરિવાર રાજકોટ જિલ્લા જેતપુરનો હોવાનું સામે આવ્યુ હતું, જો કે બાળકના પિતાએ મીડિયા સમક્ષ કંઇપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો તેમજ સમગ્ર ઘટનામાં બાળકના મોત બાદ પરિવારજનો કહી રહ્યા છે કે બાળક પર ભૂલથી અગરબત્તી પડી ગઈ હતી, આ સાથે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી, તેમજ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.