રાજકોટ શહેરમાં આજે ‘પ્લાસ્ટિક મુક્તિ’ના સંદેશ સાથે એક ભવ્ય વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ રેસકોર્સ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતેથી આ વોકાથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં એથ્લેટિક્સના ખેલાડીઓ અને કોચ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા અને પ્લાસ્ટિકમુક્ત જીવનશૈલી અપનાવીને પ્રકૃતિના જતનનો મજબૂત સંદેશ આપ્યો હતો.