25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં પ્રવાસીઓને આકર્ષવા કેરળ ટુરીઝમે લાલ જાજમ બિછાવી: ચેમ્‍પિયન્‍સ બોટ લીગ રેસનો વ્‍યાપ વધાર્યો…


સ્‍થાનિક પ્રવાસીઓની સંખ્‍યામાં સતત વધારો થયા બાદ કેરળએ IPL-મૉડલ ચેમ્‍પિયન્‍સ બોટ લીગ રેસ જેવા પોતાના ઇનોવેટિવ પ્રોડક્‍ટની સાથે દક્ષિણના રાજ્‍યને આગળ વધારવામાં મદદ કરીને તમામ સીઝનના અનુભવી સ્‍થળ તરીકે વધુ આકર્ષણ મેળવ્‍યું છે. આ એક અત્‍યંત પસંદગીના ટુરિસ્‍ટ હબ તરીકે ઓળખાવા લાગ્‍યું છે તેમ રાજકોટમાં કેરાલા ટુરીઝમના ઓફિસર કે.આર.સજીવે જણાવ્‍યુ હતું. તેમજ તેમણે કહ્યું હતું કે, એક સપ્તાહ સુધી ચાલનારા ઓણમની ઉત્‍સવ બાદ જેમાં પ્રવાસીઓના આગમનમાં વધારો જોવા મળ્‍યો હતો, જે ગયા મહિનાની શરૂઆતમાં શરૂ થયેલી વાર્ષિક IPL એમમોડલની ત્રીજી સિઝ રાજ્‍યના તમામ પ્રદેશોમાં સ્‍થાનિક ફૂટફોલને વેગ આપશે તેવી આશા છે. કેરળના બેકવોટર્સમાં આયોજિત ચેમ્‍પિયન્‍સ બોટ લીગ એક દુર્લભ વિઝ્‍યુઅલ ટ્રીટ ઓફર કરે છે. જ્‍યાં પ્રત્‍યેક બોટ સેકડો નાવીકો દ્વારા સંચાલિત શાનદાર તોક બોટ નીલમ બેકવોટરમાંથી પસાર થઈને ઉત્‍સાહ અને જોશની આભા ઉત્‍પન્ન કરતા દોડે છે.સ્‍થાનિક પ્રવાસીઓના થયેલા વધારા અંગે વાત કરતા ટુરીઝમ મંત્રી શ્રી પી.એ.મોહમ્‍મદ રિયાસે કહ્યું કે, કોરોના મહામારી બાદ  રાજ્‍ય સરકાર કેરળમાં સ્‍થાનિક પ્રવાસીઓને વધુમાં વધુ આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેમણે ચેમ્‍પિયન્‍સ બોટ લીગ સીઝન, જે રાજ્‍યભરમાં ઓણમ સપ્તાહની સમારોહ બાદ આવે છે. પ્રવાસીઓ માટે કેરળમાં આવવા અને તેના વિવિધ આકર્ષણોનો આનંદ માણવાનો આ એક આનંદદાયક સમય છે. તેમજ પ્રવાસીઓને આકર્ષવા માટે પોતાની નવીન પહેલને વધુ સમર્થન આપતા કેરળ ટુરિઝમે તાજેતરમાં બહારના બજારોમાં તેના અસરકારક મેસેજિંગ માટે પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન ગોલ્‍ડ એવોર્ડ મેળવ્‍યો છે. એવોર્ડ વિનિંગ કોમ્‍પિટિશન  ‘મેક અપ ફોર લોસ્‍ટ ટાઇમ, પેક અપ ફોર કેરળ’,ની સંકલ્‍પના કોવિડ બાદ સામાન્‍ય સ્‍થાનિક  સ્‍થિતિમાં આવનારા પ્રવાસીઓ માટે  કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -