23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં પોલીસ કમીશ્નરની અર્વાચીન તથા પરંપરાગત ગરબીના આયોજકો સાથે બેઠક; ગરબામાં સરકારી ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવુ પડશે: પોલીસની તાકિદ


રાજકોટમાં પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને હેમુ ગઢવી હોલ ખાતે ગરબા આયોજકો સાથે પોલીસની બેઠક યોજાઈ હતી. તેમજ આ બેઠકમાં પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવે જણાવ્યુંં હતું કે આગામી તા.15થી 23 દરમિયાન નવરાત્રીમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીના આયોજકોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ગરબાના આયોજન સ્થળાએ વાહન પાર્કિંગ વ્યવસ્થા, સમય મર્યાદાનું પાલન, સાઉન્ડ સીસ્ટમનો અવાજ, સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા સાથે રેકોર્ડીંગ, મેડીકલ સહિતની વ્યવસ્થાનું સુચન પાલન આયોજકોએ કરવાનું રહેશે. ટ્રાફીક અને પેટ્રોલીંગ બાબતમાં તમામ ગરબા આયોજકોએ સાથ સહકાર આપવો પડશે. તેમજ સરકારની ગાઈડલાઈનનાં ભંગ સામે જરૂરી કાર્યવાહી કરાશે તમામ ગરબી મંડળના આયોજકોને પોલીસને સહયોગ આપવા જણાવાયું હતું. નવરાત્રી દરમિયાન ગરબાના આયોજક સ્થળે ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવા સામે ઘણા પ્રાચીન ગરબા આયોજકોએ નારાજગી વ્યકત કરી હતી. કારણ પ્રાચીન ગરબીઓ લોકફાળાથી થતી હોય છે ત્યારે સીસીટીવી કેમેરાનો ખર્ચ કેમ ઉઠાવવો આ બાબતે સરકારે મદદ કરવી જોઈએ. આ સાથે આ સંકલન બેઠકમાં શહેરના 30 જેટલા ગરબાના મોટા આયોજનમાં 9થી 12 જેટલા સ્થળોએ એમ્બ્યુલન્સ, તબીબો, સ્ટાફ, દવા સહિતની સુવિધા ઉપલબ્ધ પંડાલ પાસે જ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે યુવા વર્ગમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યુ હોય ગરબા રમતા યુવા ખેલાડીને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સની સુવિધા રહેશે. બેંકમાં એડી. સીપી વિધી ચૌધરી, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજજનસિંઘ પરમાર, ડીસીપી ઝોન-2 સુધીર ચૌધરી, ટ્રાફીક ડીસીપી પુજા યાદવ સહિતના અધિકારીઓ, પ્રાચીન અર્વાચીન ગરબાના આયોજકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રાચીન અર્વાચીન ગરબાના આયોજકોએ રજુ કરેલા સુચનાની નોંધ લેવામાં આવી હતી. સાથે તમામ આયોજકોએ સરકારની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવા પોલીસને સાથ સહકાર આપવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -