રાજકોટમાં દર ચોમાસામાં રસ્તાઓ ધોવાઈ જતા હોવાથી મહાપાલિકા દ્વારા નવા નવા પ્રયોગો કરીને વરસાદમાં ડામર રોડ ટકી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. સામે કાંઠે મુંબઈમાં બન્યા છે તેવા વ્હાઈટ ટોપીંગ રોડ બનાવ્યા બાદ રેસકોર્સ રીંગરોડ ઉપર જિલ્લા પંચાચત ચોકથી કિસાન પરા સુધીમાં પોલિમરાઈઝ બિટયુમેન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાપાલિકા દ્વારા હાલ પાઈલોટ પ્રોજેકટ તરીકે 1500 મીટર રસ્તો પોલિમરાઈઝ બિટયુમેન ડામરથી મઢવામાં આવશે.