રાજકોટમાં પૈસાની ઉઘરાણી બાબતે યુવાનને ઢોર માર મરાયો હોવાની ઘટના સામે આવી છે. તેમજ આ ઘટના પહેલા પણ પેડક રોડ પર આવેલી ઠાકરધણી હોટેલના સંચાલકોએ પૂર્વ કર્મચારીને ફકત રૂ. 10 હજારની ઉઘરાણીમાં માર માર્યાની ઘટના સામે આવી હતી. જેમાં આ વખતે બીજી બીજી વખત વિશાલ મુંધવા અને નિલેશ મુંધવાએ નિરવ બોસમીયા નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા ઇજાગ્રસ્ત યુવાને ‘તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા લાગ, કોઈ મારું કંઈ બગાડી નહીં લ્યે’ અવાર નવાર તેવી ધમકી આપ્યાનો આક્ષેપ પણ કર્યો હતો. આ સાથે ઘટનાને 4 દિવસ વીત્યા છતાં પોલીસે કોઈ જ પગલાં નહીં લીધાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો તેમજ ન્યાયની માંગણી સાથે ભોગ બનનાર નિરવ બોસમીયા અને તેની પત્ની જાનિયા બોસમીયા મીડિયાના શરણે પહોંચતા તેઓએ માથાભારે શખ્સો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.