શહેરમાં મારામારીના બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે શહેરના ચંદ્રેશનગર મેઈન રોડ ઉપર આવેલ ગુરુનાનક પેટ્રોલ પંપ ઉપર એક્સેસ લઈને એક શખ્સ પેટ્રોલ પુરાવવા આવ્યો હતો બર્થડેમાં જવુ હોય મોડું થતું હોવાથી આડેથી પેટ્રોલ પુરાવવા ઘુસી જતા ફિલરમેન સાતબે રકજક થઇ હતી થોડીવાર પછી તે શખ્સ બે લોકોને સાથે લઈને આવ્યો હતો અને ફિલરમેનને ઢોર માર મારતા મેનેજરએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવ બાદ પેટ્રોલ પંપના ચાર કર્મચારીઓએ પીછો કરી બાલાજી હોલ પાસે હુમલાખોરોને આંતરિ માર મારતા આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પેટ્રોલ પંપ પર થયેલ હુમલાના સીસીટીવી વાયરલ થયાં હતા.
લલીત વ્યાસ