પાલ ગેટ રોડ મિત્ર મંડળ દ્વારા સોની બજાર ખાતે છેલા ૧૦ વર્ષ થી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોની સમાજ અને બંગાળી સમાજ બને દ્વારા સાથે મળીને ગણપતી મહોત્સવનું સમગ્ર આયોજન કરવામાં આવે છે. આ સાથે અહી દરોજ રાત્રે ભવ્ય આરતી ને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યારે તારીખ ૨૪ના રોજ સાંજે ૫ થી ૭ સત્યનારાયણ કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સર્વ ધર્મ પ્રેમી જાણતા ને ભાગ લેવા આમંત્રણ પણ આપવામાં આવ્યું છે . આ સાથે અહી દર વર્ષે ૫૬ ભોગ, સત્યનારાયણ કથા, મહા પ્રસાદ તેમજ ધૂન ભજન વગેરે જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે
રાજકોટમાં પાલ ગેટ રોડ મિત્ર મંડળ દ્વારા સોની બજાર ખાતે કરાયું ગણેશોત્સવનું આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -