રાજકોટમાં ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળના દોલતપરા શેરી નં.1માં માતાજીના માંડવામાં 10 બકરાંની બલિ ચડાવવામાં આવી હતી અને વધુ 11ની બલિ ચડે તે પહેલાં પોલીસ પહોંચી હતી. પશુબલિ અટકાવવા જતા જાથાની ટીમ અને આજીડેમ પોલીસ સાથે દેવીપુજક સમાજના લોકો સાથે ઘર્ષણ થયું હતું.અંધશ્રદ્ધામાં ખૂંપેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં નાસભાગ મચી ગઇ હતી. તેમજ પોલીસ વાહનમાં તોડફોડ કરાઇ હતી. ટોળાંને વિખેરવા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
રાજકોટમાં પશુબલિ અટકાવતા પોલીસ પર પથ્થરમારો: આજીડેમ પોલીસે 20 આરોપીઓની કરી ધરપકડ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -