રાજકોટ શહેરમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભગવાનશ્રી પરશુરામની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં વિવિધ ફલોટ્સ અને ભાવિકો જોડાયા હતા. શોભાયાત્રા શહેરમાં નિયત રૂટ ઉપર ફરી હતી તે દરમિયાન ઠેર – ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.શોભાયાત્રામાં ફરસી રાસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.