રાજકોટમાં “જય પરશુરામ”નાં જયઘોષ સાથે ગઈકાલે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. સમસ્ત જગતનાં આરાધ્યદેવ, બ્રાહ્મણોના ઈષ્ટદેવ,ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ જન્મજયંતીની ઉજવણી અંતર્ગત કાલે પરશુરામ મંદિરે પૂજન-અર્ચન તેમજ શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા છેલ્લા ૪૦ વર્ષોથી પરંપરાગત પંચનાથ મહાદેવ મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ ભગવાનશ્રી પરશુરામ જન્મોત્સવની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ ફલોટ્સ અને ભાવિકો જોડાયા હતા. શોભાયાત્રા શહેરમાં નિયત રૂટ ઉપર ફરી હતી તે દરમિયાન ઠેર – ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે પહેલગામની ઘટનાને લઈને શોભાયાત્રામાં વિશેષ ફલોટ મૂકવામાં આવ્યો હતો. તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા હિંદુઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને 1008 ભૂદેવોએ રકત તિલક સાથે વડાપ્રધાનને આવેદનપત્ર મોકલી આતંકવાદને નેસ્તનાબૂદ કરવા માંગણી કરી હતી.
રાજકોટમાં પરશુરામ જયંતિ નિમિત્તે ગઇકાલે ભગવાનશ્રી પરશુરામની ભવ્ય શોભાયાત્રા યોજાઇ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -