રાજકોટ 150 વર્ષથી શહેરની મધ્યે બિરાજતા અને હજારો ભાવિકોના આસ્થાના કેન્દ્ર બનેલા શ્રી પંચનાથ મહાદેવના મંદિરે શીશ ઝુકાવવા સવારથી જ શિવભક્તો ઉમટી પડે છે. ત્યારે 150 વરસથી બિરાજમાન એવા પંચનાથ મહાદેવને હજારો ભાવિકો દ્વારા પૂજન અર્ચન કરી અને જલા ભિષેક તેમજ પુષ્પ અને બિલ્વપત્ર અર્પણ કરી ધૂન ભજન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ વર્ષોથી શિવ શક્તિ માટે સર્વોત્તમ એવા શ્રાવણ માસની અમાસની સાંજે અદભુત શણગાર, મહાઆરતી અને દીપમાળા સાથે હજારો ભાવિકો શિવમય બની પૂજન દર્શનમા જોડાય છે. આ સાથે શ્રાવણ મહિનાના અમાસની તિથિના વર્ણાગી મહોત્સવ નો ઉદ્દેશ મહાદેવ ભગવાનની આરાધના અને શ્રાવણ માસની માહાત્મ્યની વિશેષ ઉજવણી કરવાનો છે.શ્રાવણ મહિનાના અમાસના વરણાગી યાત્રામાં સ્થાનિક સમાજના આનંદની અને ભગવાનની આરાધનાની મહત્વપૂર્ણ અને આનંદમય ઉજવણી કરી શિવ મહિમા દર્શાવવામાં આવે છે. જેથી પંચનાથ મહાદેવની વરણાગીયાત્રા પૂજા પાઠ સાથે આજે સાંજે 5:00 કલાકે શ્રી પંચનાથ મંદિરથી નીકળી આલ્ફ્રેડ હાઇસ્કુલ, જયુબેલી ચોક, પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ત્રિકોણબાગ, સૌરાષ્ટ્ર એમ્પોરિયમ, લીમડા ચોકથી અંતે શ્રી પંચનાથ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. તેમજ પંચનાથ દાદાની વરણાગીયાત્રામાં ડી.જે. ના માહોલ સાથે શિવ ભાવિકોની ચિક્કાર મેદની ઉમટી પડ્યા હતા અને હર્ષોલાસ સાથે દાદાની શાનભેર પાલખીયાત્રાનું પ્રયાણ કરવામાં આવ્યું હતું. .