રાજકોટમાં નિવૃત અધિકારી રમેશચંદ્ર ફેફરના બફાટને લઈને બ્રહ્મ સમાજના આગેવાનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં બ્રહ્મ સમાજના યુવા આગેવાન સન્ની જાનીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં રમેશચંદ્ર ફેફર વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે રમેશચંદ્ર ફેફરની અટકાયત કરી હતી. તેમજ સમગ્ર મામલે બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સાથે બ્રહ્મ સમાજના યુવા આગેવાન સન્ની જાનીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે સમાજની લાગણી ન દુભાઈ તે માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.