રાજકોટમાં નિયમ વિરૂધ્ધ ચાલતી સ્કુલ વાહનો સામે આરટીઓ તંત્ર મેદાને : રૂ.૧, ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો
રાજકોટ
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ આજરોજ વહેલી સવારે આર.ટી.ઓ. દ્વારા બાળકોની સલામતીને ધ્યાને લઇને સ્કૂલ વાહનોના ચેકીંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં આર.ટી.ઓ કચેરીના અધિકારીશ્રી અંકિત પરમાર અને શ્રી ડી.પી જાડેજા દ્વારા વાહનના ઇન્સ્યોરન્સ, પી.યુ.સી, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનની પરમીટ તેમજ અન્ય ગુન્હા સંબંધિત કુલ રૂપિયા ૧,૨૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો હતો.