રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોરબીથી જાતે પોતાના ગળે તિક્ષ્ણ હથિયાર વડે છરકા કર્યા બાદ કિશન વિનુભાઈ પાટડીયા નામનો યુવાન સારવાર માટે ખસેડાયો હતો. પોતે નશાની હાલતમાં હોય જેથી વોર્ડમાંથી ભાગી ઓપીડી બિલ્ડીંગ નજીક પહોંચી જાહેરમાં ગાળાગાળી કરી અને સિકયુરિટી સાથે માથાકુટ કરી હતી.