રાજકોટ મ્યુનિસપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેને આજે કરણપરા સ્થિત સમિતિના કાર્યાલયે ચાર્જ સંભાળ્યો હતો. ચાર મહિના બાદ સમિતિમાં આજે પદાધિકારીઓએ પગલા પાડયા હતા. આજે સવારે ચેરમેન વિક્રમભાઇ પુજારા અને વાઇસ ચેરમેન પ્રવિણભાઇ નિમાવતે પોતપોતાની ચેમ્બરમાં પદગ્રહણ કર્યુ ત્યારે મેયર ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, શાસક નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, માધવ દવે, અશ્ર્વિન મોલીયા, સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.