રાજકોટમાં ધર્મરક્ષક પરિષદ દ્વારા આયોજિત શ્રી ગણેશ મહોત્સવનું રાજકોટ ભકિતનગર સર્કલ ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ‘પ્રિન્સ ઓફ કૈલાસ’ શ્રી ગણપતિ દાદાનું બેન્ડની સુરાવલીઓ, ડી.જે.ના તાલ અને ગરબાની રમઝટ અને આતશબાજી સાથે સામૈયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્થાપન અને પૂજન રાજકોટ વિધાનસભા-70ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઇ દોશી, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, તેમજ ભાગવા ગ્રુપના પૂ.હસુગીરી બાપુ, પંચદશનામ જુના અખાડાના પૂ. પ્રહલાદગીરી બાપુ તેમજ જંગલેશ્ર્વર મહાદેવના મહંત ધીરજપુરી બાપુ તેમજ ભાગવા ગ્રુપના સંતો મહંતોના વરદ હસ્તે કરવામાં આવેલ. તેમજ ગણપતિ દાદાના દર્શન અને શુભ આશિષ મેળવવા માટે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ, યુવા ભાજપ પ્રદેશના ઉપાધ્ય મનીષભાઇ સંઘાણી, યુવા ભાજપ પ્રદેશ મંત્રી નિલેશભાઇ ચુડાસમા સહિત પધાર્યા હતા.આ સાથે અહી વિવિધ ધાર્મિક થતાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજનપણ કરવામાં આવે છે.
રાજકોટમાં ધર્મરક્ષક પરિષદ દ્વારા ભકિતનગર સર્કલ પાસે ગણપતિ દાદાનું સ્થાપન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -