રાજકોટના વિવિધ વિસ્તારોમાં આજે પણ પ્રાચીન ગરબીનું મહત્ત્વ અને આયોજન પણ જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરના મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લાં 16 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે ત્યારે શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઈંઢોણીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. આ રાસની વિશેષતા એ છે કે, તેમાં માત્ર 6 બાળાઓ પોતાના હાથમાં મશાલ, માથે સળગતી ઈંઢોણી અને સળગતા ગરબા સાથે ગરબે ઘૂમે છે. આ સમયે મા દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શક્તિ સમાઇ હોય તેવાં દૃશ્યો નિહાળવા મળે છે. કારણ કે, આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે. જ્યારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે