રાજકોટમાં ફરી આજે કણકોટ પાસે આવેલ રામનગરની સીમમાં દીપડો દેખાયો હતો. રામનગર વિસ્તારના ખેત મજૂરોએ દીપડો જોતા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ ગઈકાલે રાત્રે રામનગર વિસ્તારમાં તપાસ કરી હતી છતાં દીપડો ન મળ્યો હતો. વન વિભાગ ને ફરી દીપડાના સગર મળી આવ્યા હતા જેના આધારે રામનગર, કણકોટ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. વન વિભાગે ગઈ કાલે જ ગ્રામમાં દીપડાના ભયથી કણકોટ ખાતે પાંજરુ મુક્યું છે. વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી ગ્રામજનોની માંગ છે.