બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી તારીખ 1 અને 2 જૂન રાજકોટ પધારી રહ્યા છે અંહી રાજકોટના રેસકોર્ષ મેદાનમાં બે દિવસ સાંજે ચારથી દસ બાબાનો દિવ્ય દરબાર યોજાનાર છે ત્યારે દિવ્ય દરબાર યોજાઇ તે પૂર્વે જ ટીખળી તત્વોએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના બેનરોમાં તોડફોડ કરતાં સનાતનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર રામાપીર ચોકડી પાસે લગાવવામાં આવેલા બેનરો કોઈ અજાણ્યા ટીખળી તત્વોએ તોડી નાખ્યા છે બેનરો ફાડી નાખતા ધર્મપ્રેમી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આ બેનર ફાડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે જો કે હજુ સુધી આ મુદે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ બાબાના આગમન પૂર્વે જ બેનરો ફાડી નાખવાની ઘટના સામે આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.
લલીત વ્યાસ