રાજકોટમાં દાઉદી બોહરા સમાજ દ્વારા નબી સાહેબ મોહમ્મદ રસુલલ્લાહ સાહેબની જન્મતીથી તથા ડૉ. સૈયેદના સાહેબના ૮૦માં જન્મદિવસના પ્રસંગે ભવ્ય ઉજવણી ના ભાગરૂપે ભવ્ય જુલુસ નીકડું હતું ત્યારે આ જુલુસમાં દાઉદી બોહરા સમાજનું બેન્ડ તથા સુંદર શણગારેલ બગી સાથે રાજકોટના પાંચેય વિસ્તારના આમીલ સાહેબો તેમજ તમામ દાઉદી બોહરા સમાજના ભાઇઓ, બાળકો દેશ-ભકિત, કોમી ભાઇચારા ના સંદેશા સાથે નીકળી હતી. તેમજ આ જુલૂસ સવારે 9-30 વાગે તાર ઓફિસ થી શરૂ કરી જવાહર રોડ, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, બાપુનો બાવલો,લાખાજી રાજ રોડ પર થી નુર મસ્જિદ પર પહોંચી પૂરું થયું હતું. તેમજ ઢેબર ચોક ઈન્ડિયા બેકરી સામે અલગ અલગ સંસ્થા દ્વારા જુલુસનુ સ્વાગત કરવા આવ્યું હતું.
બાયેટ
શેખ સફરુંદિન બાબરા વાળા