રાજકોટમાં કોર્પોરેશનના દબાણ હટાવ શાખાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટ શહેરના ભાવનગર રોડ વિસ્તારમાં પાંજરાપોળ પાસે જાણે હપ્તા રાજ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે.. દબાણ હટાવ શાખાના અધિકારીએ અમુક ચોક્કસ રેકડીધારકોને નિશાન બનાવી તેમના વજન કાંટા જપ્ત કરી લીધા હતા. જ્યારે આશ્ચર્યની વાત તો એ છે કે જે અમુક રેકડીધારકો તરફ અધિકારીઓએ જોવાની તસ્દી પણ ન લીધી.. ત્યારે સવાલ એ ઊઠે છે કે શા માટે અધિકારીઓ બેવડી નીતિ અપનાવી રહ્યા છે.. શું અહી હપ્તા ઉઘરાવાઈ રહ્યા છે… જ્યારે તેમને આ બાબતે પૂછવામાં આવ્યું તો તે દરમિયાન અધિકારી ઊંધી પૂછડીએ ભાગ્યા હતા.. જેથી, નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે, ત્યારે સવાલ એ છે કે આવું ક્યાં સુધી ચાલશે? શું કોર્પોરેશન આ અધિકારીઓ સામે કોઈ પગલાં લેશે? અને શું ગરીબ રેકડીધારકોને આ શોષણમાંથી મુક્તિ મળશે?