રાજકોટ શહેરમાં વકીલો માટે લેઉવા પટેલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા.૪ના શનિવારે સાંજે ૪ વાગ્યાથી આત્મીય કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં થ્રી મેજર એકટ બૂકનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ છેલ્લા પાંચ વર્ષમાં વકીલાતમાં જે પણ વકીલોએ સનંદ મેળવેલ છે તે તમામ ૧૫૦૦ વકીલોને અઢાર લાખથી પણ વધુની કિંમતની મેજર એકટ આપવાની હોય તમામ નવા વકીલોમાં આનંદની લાગણી ફેલાયેલ હતી. તેમજ તમામ વકીલોને પત્રથી ફોનથી અને વ્હોટસેપથી મેસેજથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ સાથે આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈપટેલ , ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગરઅને મેયર નયનાબેન પેઢડીયા હજાર રહેતા તમામનું સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બંવવા એડવોકેટ રાજનીભાઈ ગજેરા, એડવોકેટ દિલીપ પટેલ અને એડવોકેટ બીનલબેન રવેશીયા સાહિત્ય લોકોએ જહેમત ઉઠાવી હતી.