રાજકોટ મહાનગરપાલિકાએ પાર્કિંગ ચાર્જ પત્રક જાહેર કરી છે. જેમાં ઓછામાં ઓછું ભાડૂં પાંચ રૂપિયા અને વધુમાં વધુ ભાડું રૂ. ૧૨૦ હોવાનું સ્પષ્ટ થયું છે. શહેરની ટ્રાફિક સમસ્યાને હલ કરવાના ભાગરૂપે શહેરનાં તમામ વિસ્તારને આવરી લઈ 62 સ્થળ પર પે એન્ડ પાર્કની વ્યવસ્થા ખડી કરવામાં આવશે. 3 કલાકથી લઈ 24 કલાક સુધી વાહન પાર્ક કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શહેરમાં માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યાએ માથું ઉંચક્યું છે. આડેધડ વાહનો પાર્ક કરવાના કારણે અન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ અને આવા અનેક મુદ્દાને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ પત્રક જાહેર કરવામાં આવી છે. જેમાં ઓવરબ્રિજની નીચે બન્ને બાજુએ, મનપાના ખાલી પ્લોટ પર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાર્કિંગ પત્રક મુજબ જે ભાડૂં નક્કી કરાયું છે તે ટુ વ્હીલરથી લઈ હેવી વાહનો સુધીનાં તમામ વાહનો માટેનું જાહેર કરાયું છે. જેમાં ટુ વ્હીલર ત્રણ કલાકનું ભાડું રૂ. ૫ અને ૨૪ કલાકનું ભાડું રૂ. ૨૫, થ્રિવ્હીલરનું ભાડૂં અનુક્રમે ૧૦ અને ૩૦, ફોર વ્હીલરનું ભાડું ૨૦ અને ૮૦, એલસીવી વાહનોનું ૨૦ અને ૧૦૦ તેમજ હેવી વ્હીકલનું ત્રણ કલાકનું ભાડું રૂ. ૪૦ અને ૨૪ કલાકનું ભાડું રૂ. ૧૨૦ નક્કી કરવામાં આવ્યું છે. જે લોકો પ્રતિદિન પાર્કિંગમાં પોતાનું વાહન પાર્ક કરવા ઇચ્છતા હોય તેમના માટે મહિનાનું ભાડું પણ આ પાર્કિંગ પત્રક નક્કી કરવામાં આવ્યું છે. મહિનાનું ઓછામાં ઓછું ભાડું રૂ. ૩૫૦ અને વધુમાં વધુ ભાડૂં રૂ.૧,૨૦૦ નક્કી થયું છે.પાર્કિંગ પત્રક અમલ બાદ ટ્રાફિકની સમસ્યા આંશિક રીતે હલ થશે પણ સામાન્ય લોકોને ભાડાંનો ભાર વહન કરવાનો વખત આવવાનો હોવાના કારણે ગરીબ- મધ્યમવર્ગના લોકોને તકલીફનો સામનો કરવો પડશે. કારણ કે અત્યારના જમાનામાં દ્વિચક્રીય વાહન લગભગ મોટા ભાગના લોકો પાસે ઉપલબ્ધ છે. વળી ખરીદી કરવા પોતાનું વાહન લઈને જ લોકો નીકળે એ પણ સહજ છે. તેવી સ્થિતિમાં ગરીબ-મધ્યમવર્ગના માણસને પાંચ- દસ મિનિટ પૂરતું પણ વાહન રાખવાનું થશે તો પણ પાંચ રૂપિયાનો ચાંદલો કર્યા સિવાય છૂટકો નથી.
રાજકોટમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાગ્યું પાર્કિંગ ચાર્જ પત્રક
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -