રાજકોટમાં ઝર્ઝરિત આવાસો ને લઈને મનપા કમિશ્નરે પ્રતિક્રિયા આપી હતી. તેમજ તમામ ઝોનમાં ઝર્ઝરિત આવાસો કે મકાનો ને આઇડેન્ટિફાઈ કરવા તમામ ઝોનના અધિકારીઓ ને સૂચના અપાઈ હોવાનું જણાવ્યું હતું. તેમજ રાજકોટ શહેરમાં 500 થી વધુ આવાસ મકાનો ઝર્ઝરિત હોવાનું પણ સામે આવતા મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકાર ની તકેદારી રાખી આવા આવાસો ને દૂર કરવા સૂચના અપાઈ છે. તેમજ વોર્ડ ઓફિસર ને ઇમરાતો આઇડેન્ટિફાઈ કરવા સૂચન કરવામાં આવ્યું છે. તેમાંજ અતિ ઝર્ઝરિત ઇમરાતોમાં રહેતા લોકો ને કાયદાકીય નોટિસ ઇસ્યુ કરી ખાલી કરવાની કામગીરી કરવા સૂચના પણ અપાઈ હોબાનું સામે આવ્યું છે. આ સાથે ખાતાકીય રીતે નોટિસ ઇસ્યુ કરવાની કામગીરી અને મુખ્ય રોડ-રસ્તાઓ પાસે આવેલ ઝર્ઝરિત ઇમરાતો ને દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમજ ઘણી ખાનગી આવાસોમાં જુડીશિયલ ઇસ્યુ ચાલતા હોવાના કારણે ઝર્ઝરિત આવાસ ની વિગતો કોર્ટને ધ્યાને મુકવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટમાં ઝર્ઝરિત આવાસો ને લઈને મનપા કમિશ્નરે આપી પ્રતિક્રિયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -