રાજકોટ જિલ્લાના બન્ની ગજેરા કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા પીયૂષ રાદડિયાની તબિયત લથડતાં તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેના ખબરઅંતર પૂછવા માટે આવેલાં જિગીષા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર આક્ષેપો કરતાં કહ્યું હતું કે પિતા-પુત્ર સામે જે પડે તેને ફસાવવા માટેની મોડસ ઓપરેન્ડી કરવામાં આવે છે. પીયૂષ રાદડિયાની હાલત જોઇને ખબર પડે છે કે ગોંડલમાં સામાન્ય લોકો જ્યારે જયરાજસિંહ અને ગણેશ જાડેજા સામે અવાજ ઉઠાવે ત્યારે તેમને હેરાનપરેશાન કરવામાં આવે છે. તેમની સામે ખોટા કેસ કરવામાં આવે છે અને પીયૂષ રાદડિયાને પોલીસ દ્વારા એવી ધમકી આપવામાં આવી રહી છે કે તારી સામે અલગ અલગ પ્રકારના કેસ કરી ફસાવવામાં આવશે. પાસા અને ગુજસીટોક જેવા કેસ કરવાની ધમકી આપવામાં આવે છે. આ ઉપરાંત ખોડલધામ અને સરદારધામ જેવી પાટીદાર સંસ્થાઓએ આગળ આવવું જોઈએ કે કેમ એવું પૂછવામાં આવતા જિગીષા પટેલે જણાવ્યું હતું કે સમાજમાં જ્યારે પ્રશ્ન હોય તો સમાજની આગેવાની લેતા લોકોએ આગળ આવું જોઈએ. તેમને ઇન્વિટેશન આપવા ન જવાનું હોય.