આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે આ વ્રત અષાઢ સુદ 13થી શરૂ થઈને અષાઢ વદ બીજના પૂર્ણ થાય છે. બીજના જાગરણ સાથે વ્રતનું સમાપન થાય છે. આ વ્રત દરમ્યાન ભગવાન પશુપતિનાથ તથા માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં કુંવારીકા બાલિકા અને યુવતીઓ પૂજન અર્ચન કરી સારો અને ઉત્તમ જીવનસાથી મળે તેવી પ્રાર્થના કરતી જોવા મળી હતી. તેમજ શિવલિંગ પર દૂધ,જળ,બીલીપત્ર,પુષ્પ સહિતનો અભિષેક પણ કર્યો હતો.