23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં છેલ્લા 4 દિવસમાં નવરાત્રી રમતા એક પણ ખેલૈયા હ્રદય રોગ સબંધિત ફરિયાદને લઈને સિવિલમાં દાખલ નથી – ડૉ. રાધેશ્યામ ત્રિવેદી


 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેક અને હૃદય સબંધિત બીમારીમાં એકાએક વધારો થયો છે. સારી વાત એ છે કે છેલ્લા 4 દિવસમાં નવરાત્રી રમતા એક પણ “ખેલૈયા” હ્રદય રોગ સબંધિત ફરિયાદને લઈને સિવિલમાં દાખલ નથી થયા.વર્તમાન સમયમાં ખરાબ જીવન શૈલી અને સતત ટેન્શન તેમજ હેલ્થ સબંધિત બેદરકારીને લઈને હાર્ટ એટેક ને તેને સબંધિત બીમારી વધી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગ સંબંધિત બીમારીઓમાં મોટો વધારો થયો છે.વર્ષ 2021 માં 1879 દર્દીઓએ હૃદય રોગ સંબંધિત લીધી હતી સારવાર તો વર્ષ 2022 માં 2426 દર્દીઓએ હૃદય રોગ સંબંધિત લીધી હતી સારવાર જ્યારે વર્ષ 2023 માત્ર 10 મહિનામાં જ 2646 દર્દીઓએ હૃદય રોગ સંબંધિત સારવાર લીધી છે. જોકે રાહતની વાત એ છે કે નવરાત્રિને લઈને કોઈ ખેલૈયા સિવિલમાં હૃદય સબંધિત તકલીફ કે ફરિયાદ સાથે દાખલ નથી થયા, હાલ દૈનિક 10 થી વધુ લોકો હ્રદય સબંધિત ફરિયાદને લઈને સિવિલમાં દાખલ થવા કે સારવાર માટે આવે છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ નવરાત્રી ને લઈને પણ હાર્ટ માટે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -