ચાલુ વર્ષે ખૂબ સારો વરસાદ થતા રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયો ઓવરફલો થયા હતા. છતાં વિતરણ વ્યવસ્થાના અભાવે ચોમાસાની વિદાય થતા જ પાણીની તંગી દેખાઈ રહી છે. હાલ શહેરની જીવાદોરી સમા આજી-1 ડેમમાં નવેમ્બર માસ સુધીનો જળજથ્થો ઉપલબ્ધ છે. તેમજ ન્યારી-1 ડેમમાં માર્ચ-2024 સુધી ચાલે તેટલો જળ જથ્થો છે. જેને લઈને મ્યુ. કમિશનર દ્વારા રાજ્ય સરકાર પાસે આજી-1 અને ન્યારી-1 માટે નર્મદાના નીરની માગ કરાઈ છે. સાથે પાણી વિતરણનું વાર્ષિક આયોજન પણ મોકલવામાં આવ્યું છે. મનપા કમિશનર આનંદ પટેલે નર્મદા વિભાગને લખેલા પત્રમાં તા. 15 નવેમ્બરથી આજી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવા રજૂઆત કરી છે. તેમજ હાલ રાજકોટને દૈનિક 400 એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે