અયોધ્યા ખાતે રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જેને લઇને દેશભારમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ત્યારે રાજકોટમાં પણ રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થવાની છે. જેના ભાગરૂપે રાજકોટમાં ચિત્ર નગરીના કલાકારો ભગવા કપડાં, ગળા માં ખેસ અને કપાળમાં તિલક સાથે ભક્તિમય સાથે તા ૨૧/૦૧/૨૦૨૪ ના રોજ કાલાવડ રોડ KKV બ્રિજના પિલર પર રામ ભગવાનના પ્રસંગો અને પાત્રોના ચિત્રો બનાવશે. જ્યારે તા ૨૨/૦૧/૨૦૨૪ સોમવારના રોજ સંત કબીર રોડ ઇમીટેશન જવેલરી માર્કેટ ના સહયોગ થી સંત કબીર રોડ પર ચિત્રનગરી ના ૧૦૦ કલાકારો દ્વારા રામલલ્લાના પ્રસંગો તથા પાત્રોની રંગોળી બનાવવામાં આવશે. આ તમામ કાર્યક્રમની માહિતી આપવા માટે ચિત્રનગરીના કલાકારો સીટી ન્યુઝની મુલાકાતે આવ્યા હતા.