રાજકોટમાં રાજયની ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્ર્નો નહિં ઉકેલાતા શૈક્ષણીક સંઘ સંકલન સમિતિ દ્વારા આ મામલે આજે કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરવામાં આવી છે. ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકો દ્વારા આજથી બીએલઓ સહીત શિક્ષણ સિવાયની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવેલ છે. જેથી સોમવારે સંકલન સમિતિનાં હોદેદારો કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. રાજકોટ શૈક્ષણીક સંઘ સંકલન સમિતિનાં ડો.પ્રિયવદન કોરાટ, ભીલાભાઈ કડછા,શૈલેષભાઈ સહીતના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવ્યું છે કે મફતમાં શિક્ષણ આપતી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ શિક્ષકોના અભાવે બંધ થવા જઈ રહી છે. હાલ ગરીબ અને છેવાડાના ગામડાનાં ગરીબ બાળકો અભ્યાસથી વંચીત રહે તેવી સ્થિતિ પ્રથમ વાર ઉભી થયેલ છે. શાળાઓ શરૂ થઈ તેને 44 દિવસ થયેલ છે. તેમ છતા શિક્ષકની સરકાર ભરતી કરવા અંગે માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલ, પ્રાયોગીક શિક્ષકો વગેરેની ભરતી કરવા તેમજ ધો.9 થી 12 ની શાળામાં વર્ગ દીઠ વિદ્યાર્થીની સંખ્યા ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ 42 અને ઓછાંમાં ઓછી 18 શહેરી વિસ્તારમાં 25 અને વધુમાં વધુ 42 રાખવા સહીતનાં પ્રશ્ર્નોનુ આજદીન સુધી ઊકેલ કરવામાં આવ્યો નથી. આ સહીતના પ્રશ્ર્નો અધ્ધરતાલ લટકી રહ્યા છે આ આંદોલનમાં તા.24 ના રોજ તમામ શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરશે અને તા.29 ના રોજ હોદેદારો મળી સંસદ સભ્ય અને ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવશે.